Gujarat Bypolls: પેટાચૂંટણીમાં ભાજપ-કોગ્રેસનો પ્રચંડ પ્રચાર, CM રૂપાણી આજે ડાંગ-કપરાડામાં કરશે પ્રચાર
પેટાચૂંટણી જીતવા ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે..આઠેય વિધાનસભા બેઠકો (Gujarat Bypolls)પર ભાજપ-કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભા ગજવી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી (CM rupani) સવારે કપરાડાના નાના પૌંઢામાં પ્રચાર કરશે. તો બપોરે 3 વાગ્યે ડાંગના બોરખેતમાં પ્રચાર કરશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાંજે પાંચ વાગ્યે કરજણના કુરાળી ગામમાં, તો સાંજે છ વાગ્યે કરજણના મોટા ફોફળિયામાં પ્રચાર કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સવારે 10 વાગ્યે લીંબડી તો બપોરે અઢી વાગ્યે મોરબીમાં પ્રચાર કરશે. વાસણ આહીર લખપતમાં ચૂંટણી પ્રચાર કરશે..વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાત્રે સાડા આઠ વાગ્યે સુરતમાં સભા ગજવશે..ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર રહેશે..કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંજે સાત વાગ્યે ગઢડામાં ચૂંટણી પ્રચાર કરશે.

















