Gujarat Heavy Rain Forecast | આ સાત જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી,ક્યાં ક્યાં અપાયું એલર્ટ?
રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભરૂચ, નર્મદા, તાપી, ડાંગની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.