(Source: ECI/ABP News/ABP Majha)
Haryana Election Results LIVE | હરિયાણામાં જીતની ગુજરાત ભાજપમાં ઉજવણી, પાટીલે ઉતારી જલેબી
હરિયાણામાં ભાજપને મળેલી પ્રચંડ જીત અને સતત ત્રીજી વખત બની રહેલી સરકારીની ઉજવણી ગુજરાત ભાજપે જોરશોરથી કરી. ઉજવણીની મિઠાશને વધુ મીઠી બનાવવા ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રદેશ કાર્યાલય પર અદભુત આયોજન કર્યુ. કાર્યકરો અને નેતાઓનું મોં મીઠું કરાવવા કમલમ પર શુદ્ધની ઘીની ગરમા ગરમ જલેબી બનાવવાનું કાઉન્ટર લગાવાયું. પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં થઈ રહેલી ઉજવણીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ તો હોય પરંતુ જ્યારે કમલમ પર પહોંચતા જ સી.આર પાટીલે ખુદ જલેબી બનાવાનું શરુ કર્યુ તો ન માત્ર જલેબી પણ પક્ષના કાર્યકરોના આંતરિક સંબંધોની મિઠાશ અને ઉર્જા બંનેમાં વધારો જોવા મળ્યો. જો કે શુદ્ધ ઘીની સાથે સાથે જલેબીની મિઠાશમાં કોઈ કચાસ ન રહે તેનું ધ્યાન હર્ષ સંઘવી પહેલાથી જ રાખી રહ્યા હતા. પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો એક બીજાને જલેબી ખવડાવી મોઢું મીઠુ કરતા અને કરાવતા હતા. ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જલેબીની દુકાને પહોંચ્યા હતા અને સરકાર પર વ્યંગનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ભાજપે વહેંચેલી જલેબી અને હરિયાણાના પરિણામોથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના નેતાઓને મરચા લાગ્યા હશે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જલેબીના કાઉન્ટર પર પહોંચી મો મીઠું કર્યુ અને પક્ષના અન્ય નેતાઓને મો મીઠું કરાવ્યુ પણ...
પ્રદેશ ભાજપના કાર્યાલય પર વાત તો એ પણ થઈ રહી હતી કે રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં જલેબીની દુકાન પર પહોંચી સ્ટંટ કર્યો હતો પરંતુ ગુજરાતમાં ભાજપની સરકારે મોડી રાત સુધીમાં નવરાત્રિમાં ગરબાની છૂટ આપી ફાફડા જલેબી સહિતના નાના-મોટા વેપારીઓને દિવાળી પહેલા દિવાળી જેવા વેપારની વ્યવસ્થા કરી આપી. એ હકીકત છે કે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સારા વેપારથી નાના-મોટા વેપારીઓના જીવનમાં મિઠાશ આવી તો. હરિયાણાના પરિણામોથી ગુજરાત સહિત ભાજપના કાર્યકરોમાં મિઠાશ અને ઉર્જાનો સંચાર થયો. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જીત