Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં માત્ર 2 કલાકમાં જ 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જૂનાગઢ કલેક્ટરે પણ લોકોને બિનજરુરી બહાર ન નિકળવા અપીલ કરી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે.
જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભવનાથમાં ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળે છે. ગઈકાલે પણ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જૂનાગઢ કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે હાલ જૂનાગઢ સીટી વિસ્તારમાં તથા ગિરનારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આથી લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર,દામોદર કુંડ તરફ અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતિ છે.