Ground Zero Report : બનાસકાંઠામાં ભારે વરસાદે સર્જી તારાજી, જુઓ જળ તાંડવનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. abp અસ્મિતાની ટીમ સુઈગામની સ્થિતિનો ચિતાર રજૂ કરવા પહોંચી..ગામની બજારોથી લઈને ખેતરો પાણીથી તરબોળ છે. સર્વત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોકોનું રેસ્ક્યૂ કરવા NDRF અને SDRFની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. વરસાદની સ્થિતિને લઈને બનાસકાંઠામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આંગણવાડીથી કોલેજ સુધીની શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. દિયોદર, લાખણી, સુઈગામ, ભાભર, થરાદ, વાવની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.
બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા ધોવાયા. થરાદના ડુવાથી પાવડાશન જવાનો માર્ગ ધોવાયો. રેલ નદીના પાણીના કારણે માર્ગ તૂટતા વાહન વ્યવહાર ઠપ. દર્દીઓ સહિત સ્થાનિકોને અવરજવરમાં હાલાકી. બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણીથી ખેતરો ફેરવાયા બેટમાં..બાજરી,મગફળી,જુવાર,એરંડા સહિતના પાક પાણીમાં ઘરકાવ. મહામૂલો પાક પાણીમાં થતા ખેડૂતોને મોટું નુકસાન




















