Harsh Sanghavi: એસટી વિભાગના કર્મચારીઓના હિતમાં ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ લીધો મહત્વનો નિર્ણય. પોતાના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 36 હજારથી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો. નિગમના તમામ કર્મચારીઓને હવે 10 હજાર તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર સુધીની તહેવાર પેશગી આપવામાં આવતી હતી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ 26થી 30 ઓક્ટોબર વચ્ચે સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ હેઠળ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ એસટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ યોજવાનો નિર્ણય કરાયો છે.. આ ડ્રાઈવમાં લીકેજ નળની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે.



















