શોધખોળ કરો
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના કેટલાક વિસ્તારો માટે કરવામાં આવી છે.
રાજ્યમાં 1 જૂન થી 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 29% વધુ વરસાદ નોંધાયો છે, જે આ સિઝનમાં 832.9 મીમી પર પહોંચ્યો છે. આ ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં મોનસૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન માં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે.
ગુજરાત
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
આગળ જુઓ

















