Surendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ જાહેર રસ્તા ઉપર બેસતા પાછળના અને લારી ધારકોને હટાવવામાં આવ્યા છે. લારી ગલ્લા ધારકો ટ્રાફિકમાં અડચણ રૂપ હોઈ તેથી જાહેર માર્ગો પર બેસવાની મનાઈ કરી છે. જ્યારે આ અંગે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અન્ય જગ્યાં ફાળવવામાં આવે. ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા અંતિમ દિવસે લારીધારકોની લાઇન લાગી હતી.
સુરેન્દ્રનગરમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ડ્રોની તારીખ જાહેર કરવામાં આવશે. આ પહેલા લારી ગલ્લા ધારકો ટ્રાફિકમાં અડચણ રૂપ હોઈ તેથી જાહેર માર્ગો પર બેસવાની મનાઈ ફરમાવામાં આવી હતી. જેથી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને જગ્યા ફાળવણામાં આવે તેવી માગ કરી હતી. જેથી હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. લારીધારકોના 900 ફોર્મ ભરાયા..હવે આગામી દિવસોમાં ટ્રો યોજી ફાળવણી કરવામાં આવશે.




















