Gujarat Dam: ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક ડેમ છલકાયા, જુઓ અહેવાલ
Gujarat Dam: ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક ડેમ છલકાયા, જુઓ અહેવાલ
રાજકોટ જિલ્લાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ-2 ડેમ થયો ઓવરફ્લો..ડેમની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક..ડેમના સાત દરવાજા સાત ફૂટ ખોલાયા..નદીના પટમાં અવરજવર ન કરવા કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ..
રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સતત વરસાદને લઈ અનેક જળાશયો થયા ઓવર ફ્લો...52.50 ફૂટ ધરાવતો ફુલઝર ડેમ થયો ઓવર ફ્લો.. મોટી પાનેલીથી માડાંસણ,બુટાવદર, બગધરા, મેથાણ, જામનગર તરફ જવાના રસ્તા પર ફરી વર્યા પાણી...ડેમ ઓવર ફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ..
મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક...મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો...નીચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ.... પોરબંદરમાં બીલેશ્વર નજીકનો ફોદાળા ડેમ થયો ઓવર ફલો....ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં આવ્યા નવા નીર...નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ....
અમરેલી જિલ્લામાં સારા વરસાદને જળાશયોમાં પાણીની આવક.. ધારીનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાયો.. તાજેતરમાં જ ઠેબી, ધાતરવડી અને સુરવો ડેમ થયા છે ઓવરફ્લો.. ધારી, લિલિયા, બગસરા અને ગારીયાધારના કેટલાક વિસ્તારને કરાયા અલર્ટ
પોરબંદરના બરડા પંથકની વર્તુ નદી થઈ બે કાંઠે... ભારે વરસાદ અને વર્તુ 2 ડેમમાંથી પાણી છોડતા નદી બે કાંઠે થઈ... નદીના પાણી પોરબંદર ખંભાળિયા હાઇવે પર ફરી વળતા હાઈવે થયો બંધ.... મજીવાણા નજીક કુંજવેલમાં પાણી આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા...


















