Chhotaudepur: નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં વહીવટદારની બેદરકારીની ધારાસભ્યે ખોલી પોલ
છોટા ઉદેપુરમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં વહીવટદારની બેદરકારીની ધારાસભ્યે ખોલી પોલ. રજૂઆત માટે બોલાવ્યાના 30 મિનિટ બાદ પણ ન આવ્યા વહીટવદાર.
છોટાઉદેપુરના સંખેડાના MLA અભેસિંહ તડવીએ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત. દવાખાનામાં ધૂળ ખાતા એક્સરે મશીનની ધારાસભ્યએ કરી સફાઈ. દવાખાનામાં પૂરતી દવા અને ઈંજેક્શન પણ ન હોવાનો થયો ખુલાસો. લોકોના પ્રશ્નો સાંભળી ધારાસભ્ય ચોંકી ઉઠ્યા..
ભાજપના બે ધારાસભ્યોએ ખોલી આરોગ્ય વિભાગની પોલ. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી નસવાડી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. જ્યાં એક્સરે મશીન છ મહિનાથી નવું ધૂળ ખાતું હોય ધારાસભ્ય જાતે સફાઈ કરી. સાથે જ દવાખાનામાં પૂરતી દવાઓ નથી, ઈન્જેકશન નથી, સીબીસી મશીન જ બંધ, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓને જમવાનું મળતું નથી અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય ચોકી ઉઠ્યા...સાથે જ મહિલાઓની પણ રજૂઆતો સાંભળી. જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ઉગ્ર રજુઆત કરી.