Daman Monsoon Festival | પ્રવાસનને વેગ આપવા દમણમાં યોજાયો "મોન્સૂન ફેસ્ટિવલ", રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
સંગ પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત આજરોજ કલ્ચરલ પરેડ નો આયોજન કરવામાં આવ્યું હતું આ કલ્ચરલ પરેડ નવો પથ પર રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પર્યટકો પણ આ કાર્યક્રમ નિહાળવા પધાર્યા હતા.
જે રીતે ગોવાની અંદર કલ્ચરલ પરેડ થતી હોય છે અને મોટી સંખ્યામાં પર્યટકો આ પરેડ જોવા માટે ઉત્સાહિત હોય છે એ જ તર્જ પર દમણ ખાતે પણ મોનસુન ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જે પૈકી આજરોજ નમો પથ ખાતે કલ્ચરલ પરેડનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણ સાથે સંકળાયેલા અલગ અલગ જ્ઞાતિના લોકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જે પ્રમાણે દમણ પર પોર્ચ્યુગીસ લોકોએ રાજ કર્યું હતું તો તે સમયના પોર્ચ્યુગીસ પહેરવેશ સાથે લોકો એ કૃતિ રજૂ કરી હતી તો બીજી તરફ વિસ્તાર સાથે સંકળાયેલા આદિવાસી લોકોએ પણ પોતાના લોક નૃત્ય રજૂ કર્યા હતા તો દમણ સાથે મહારાષ્ટ્રની પ્રજા પણ સંકળાયેલી હોય મહારાષ્ટ્રની વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ સાથે બંગાળી સમાજ ઓરિસ્સા સમાજ તથા ગુજરાતી અને રાજસ્થાની સમાજના લોકોએ પણ પોતાની કૃતિઓ રજૂ કરી હતી સાથે સિદ્દી ધમાલ માટે જાણીતા સિદ્દી લોકોને પણ અહીં બોલાવવામાં આવ્યા હતા તો આ સાથે દમણની વાત આવે એટલે દમણ કોસ્ટ ગાર્ડ પણ દમણનો અભિન્ન અંગ હોય દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને વિમાન દ્વારા અલગ અલગ કરતાબો દેખાડવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ખૂબ નજીકથી દમણ કોચગાળના હેલિકોપ્ટરને જોઈને લોકો પણ ખૂબ ઉત્સાહિત થયા હતા.
દમણ ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમો દમણના કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ આ પ્રદર્શનનીઓ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે અલગ અલગ કલાકારોએ પણ નમો પથ પર પર્ફોર્મન્સ કર્યું હતું આ સાથે અંધારું થતા ફાયર શો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું