Mansukh Vasava: ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં ભડકો, ભાજપના મેન્ડેટ સામે મનસુખ વસાવાની નારાજગી
સાંસદ મનસુખ વસાવાએ દુધધારા ડેરીના અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર અને ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને સંબોધીને તેમણે પત્ર લખ્યો. પત્રમાં પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા અને હાલના પ્રમુખ પ્રકાશ મોદી સામે તેમણે નારાજગી વ્યક્ત કરી. દુધધારા ડેરીમાં મેન્ડેટમાં પશુપાલકોને સ્થાન આપવું જોઈએ પણ પ્રકાશ દેસાઈએ કાવાદાવા કરી ઉમેદવારી કરી હોવાનો તેમણે આરોપ લગાવ્યો. પ્રકાશ દેસાઈ અને તેમના પુત્ર ભાજપને સંપૂર્ણ વરેલા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો.. પાર્ટીની ગાઈડલાઈન છે કે એકજ પરિવારના બે લોકોને હોદ્દો ન આપવો પણ અહીં એ ગાઈડલાઈનનું પાલન થયું નથી. પ્રકાશ દેસાઈના પુત્ર ઝઘડિયા એપીએમસીના વાઇસ ચેરમેન છે જયારે પ્રકાશ દેસાઈ ડેરીમાં મેન્ડેટ લાવી ડિરેક્ટર બની જશે.


















