શોધખોળ કરો
Advertisement
પોરબંદરનું બગવદરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તબીબો વિહોણું, 20 ગામના લોકોને નથી મળતી આરોગ્યસેવા
પોરબંદરના બગવદર આરોગ્ય વિભાગના સબ સેન્ટરમાં કાયમી તબીબ નથી જેને કારણે દર્દીઓને સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. બરડાપંથકના મુખ્ય મથક ગણાતા બગવદરમાં સરકારે સબ સેન્ટર શરૂ કરી દીધું છે પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી તબીબ નથી. જેને કારણે દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આસપાસના 20 ગામોના લોકો અહી સારવાર લેવા માટે આવે છે.પરંતુ તબીબોના અભાવે દર્દીઓને સારવાર મળતી નથી. લોકોને આરોગ્ય સેવા માટે પોરબંદર સુધી ધકકા ખાવા પડે છે આ ઉપરાંત ગ્રામજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સની પણ માંગ કરી હતી. આ બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સબ સેન્ટરમા એક તબીબ અને એફએસડબલ્યુ તેમજ એમપીડબલ્યુ ની નિમણુક કરવામા આવી છે. હાલ એમપીડબલ્યુની બદલી થઈ ગઈ છે. આ સબ સેન્ટર માં દર્દીઓને સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે એમ્બ્યુલન્સની જે માગણી છે તે નિયમ મુજબ મળી શકે તેમ નથી.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion