જૂનાગઢમાં ઓવરબ્રિજની ડિઝાઇનને લઇને ભાજપના અગ્રણીએ ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો
જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓવરબ્રિજની ડિઝાઈન સામે ભાજપના અગ્રણીએ સવાલ ઉઠાવ્યા છે. જૂનાગઢમાં જોષીપરા અને બસ સ્ટેન્ડના ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે સરકારે સો કરોડની રકમ મંજૂર કરી છે. ડિઝાઇન પણ મહાનગરપાલિકાએ કન્સલ્ટિંગ રાખી તૈયાર કરાવવામાં આવીઅને આ ડિઝાઇનનું મહાનગરપાલિકાએ અધિકારી, પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની વચ્ચે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. પરંતુ ભાજપ અગ્રણી ડોક્ટર દેવરાજભાઈ ચીખલીયાએ ઓવરબ્રિજની ડિઝાઇન સામે સવાલો ઉઠાવતા કહ્યું કે જે ડિઝાઇન છે તે ડિઝાઇન જૂનાગઢની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પરંતુ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક અને વાહનો વધતા જઈ રહ્યા છે. જેથી આગામી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખી ડિઝાઇન બનાવી જોઈએ




















