Raksha Bandhan 2024 | બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી
ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે ..એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસના દિવસે બળેવની ઉજવણી થાય છે ગામની જે દીકરીઓ હોય તેઓ પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે..રક્ષા બંધન નાં એક દિવસ પહેલા કેમ મનાવાય છે આ ગામમાં રક્ષા બંધન જોઈએ આ અહેવાલમાં
ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવ ની ઉજવણી થાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈ ની રક્ષા માટે પ્રાર્થના કરે છે .ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે ..એટલે કે રક્ષા બંધન નાં એક દિવસ પહેલા રક્ષા બંધન ઉજવવામાં આવે છે..બહેનો પોતાના ભાઈઓને રક્ષા બંધન નાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓ નાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરે થી રક્ષા બંધન નાં એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.