Unseasonal Rain Forecast: આવતીકાલથી 7મી મે સુધી તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાનું એલર્ટ
Unseasonal Rain Forecast: આવતીકાલથી 7મી મે સુધી તૂટી પડશે કમોસમી વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાનું એલર્ટ
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, '3 થી 7 મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડશે.
આવતીકાલથી 7 મે દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે, રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતુ. રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.




















