Vapi News | વાપીમાં ગૌ તસ્કરો બન્યા બેફામ, 2 કારમાં 5 ગાયોની ચોરી
Vapi News | વાપીના ચલ્લા વિસ્તારમાં મોડી રાત્રે ફરી એક ગૌતસ્કરીની ઘટના સામે આવી છે, જેમાં એક સ્વીફ્ટ કાર અને ઇનોવામાં આવેલા 5 ઈસમો ગાયને ઘેનનું ઇન્જેક્શન આપીને બેભાન કરીને કારની ડિકીમાં ભરીને પલાયન થઇ ગયા હતા, વાપીના ચલા વિસ્તારમાં માહેશ્વરી ભવન તરફ જતા રોડ પર ગત મોડી રાત્રે ગૌતસ્કરીનાં ઇરાદે બે કારમાં 5 ઈસમો આવ્યા હતા, જેઓ શરૂઆતમાં રોડ પર બેસેલી એક ગાયને પકડીને ઘેનનું ઇન્જેક્શન આપીને ફરી કારમાં બેસીને નીકળી ગયા હતા, ઈન્જેક્શનની અસરને કારણે ગાય રોડની બીજી તરફ પહોંચતા સુધીમાં બેભાન થઇ જતા ગૌતસ્કરો ફરી બંને વાહનો લઈને ત્યાં પહોંચ્યા હતા, અને પાંચેય ઈસમોએ બેભાન થયેલી ગાયને ઊંચકીને સ્વીફ્ટ કારની ડિકીમાં નાખીને ફરાર થઇ ગયા હતા, આ સમય દરમ્યાન રોડ પર રાત્રે અવરજવર કરતા એકલ દોકલ વાહનોની નજરમાં આ આવી જવાય તેની ગૌતસ્કરોએ પુરી તકેદારી લીધી હતી, અને અંતે બેભાન ગાયને કારમાં ભરીને રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા, ગૌતસ્કરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, ચલા જેવા ભરચક વિસ્તારના જાહેર માર્ગ પર થયેલી ગૌતસ્કરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા કર્યા છે, ગુજરાતમાં ગૌતસ્કરીનો કડક કાયદો હોવા છતાં વારે તહેવારે છડેચોક બનતી ગૌતસ્કરીની ઘટનાઓ પોલીસ માટે પડકાર રૂપ બની છે, ત્યારે પોલીસ ખાખીનો ખૌફ બતાવીને ગૌતસ્કરીની ઘટનાઓને ડામવા કડક હાથે કામ લે તેવી માંગ ગૌપ્રેમીઓમાં ઉઠી રહી છે,