Sarpanch Video Viral : આણંદ જિલ્લાના ખડોલગામના સરપંચનો મહિલા સાથે ગેરવર્તણુંકનો વીડિયો થયો વાયરલ
આંકલાવના ખડોલ ગામના સરપંચ ભૂલ્યા ભાન.. રસ્તા ઉપર પાણી ઢોળવા જેવી બાબતે મહિલા અને તેના પતિને જાહેરમાં કહ્યા અપશબ્દ.. મહિલાએ પોતાની આગાસી સાફ કરતા રોડ ઉપર આવ્યું હતું પાણી.. માથાકૂટનો વીડિયો થયો વાયરલ
આણંદ જિલ્લાના ખડોલ(હ) ગામના સરપંચનો મહિલા સાથે ગેરવર્તણુંકનો વીડિયો થયો વાયરલ.. પાણી ઢોળવા મુદ્દે એક પરિવારની બે મહિલાઓને બેફામ અપશબ્દો બોલતો સરપંચ સુરેશ સોલંકીનો વીડિયો થયો વાયરલ.. મંગળવારે ઘરમાં સાફસફાઈ દરમિયાન ઘરનું પાણી બહાર નીકળ્યુ હતુ.. જે જોઈને સરપંચ સુરેશ સોલંકી અને પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.. ઉગ્ર બોલાચાલીમાં સરપંચ સુરેશ સોલંકી પોતાના હોદ્દાની મર્યાદા ભુલી પરિવારની મહિલાઓને અપમાનજનક શબ્દો બોલ્યા.. સરપંચે ધમકી આપી હોવાનો પણ મહિલાઓએ આરોપ લગાવ્યો. જો કે સરપંચના આ વર્તન વિરૂદ્ધ મહિલાઓએ પોલીસમાં અરજી કરી છે.


















