Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી
અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે, કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સંકેત. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ વિસનગર સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે. અરવલ્લી અને સાબરકાંઠા તથા કચ્છના ભાગોમાં સારો વરસાદ થશે.



















