Uttarakhand Cloud Burst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા હાહાકાર
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોત્રી ધામ નજીક આવેલા ધારાલી ગામમાં આ ઘટના બની છે, જ્યાં એક નાળામાં અચાનક પૂર આવવાથી અનેક ઘરોને નુકસાન થયું છે. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે.
ધારાલીમાં વાદળ ફાટવાની ઘટના અને લોકોની દહેશત
સ્થાનિક લોકો એકબીજાને મદદ કરવા માટે સીટી વગાડીને અને બૂમો પાડીને લોકોને પૂર આવવાના સ્થળેથી દૂર રહેવા કહી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે, કારણ કે હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ વાદળ ફાટવાની શક્યતા સેવાઈ રહી છે.





















