India Corona Cases : દેશમાં કોરોનાના નવા 564 કેસ નોંધાયા, 7 લોકોના નીપજ્યા મોત
India Corona Cases : દેશમાં કોરોનાના નવા 564 કેસ નોંધાયા, 7 લોકોના નીપજ્યા મોત
દેશમાં આજે કોરોનાના નવા 564 કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના મોત નીપજ્યા હતા. ભારતમાં કોરોના વાયરસ (કૉવિડ-19) ના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,800 થી વધુ થઈ ગઈ છે. આમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ પછી, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી કોવિડ-19 થી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 નવા કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ચેપને કારણે સાત દર્દીઓના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 ને કારણે 51 લોકો મૃત્યુ પામ્યા છે.





















