Nitin Patel Statement : ધર્માંતરણ ન કરી બાબા સાહેબે દેશને તૂટતો બચાવ્યો, નીતિન પટેલનું નિવેદન
Nitin Patel Statement : ધર્માંતરણ ન કરી બાબા સાહેબે દેશને તૂટતો બચાવ્યો, નીતિન પટેલનું નિવેદન
કડીના કુંડાળમાં પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. ધર્માંતરણ ન કરી બાબા સાહેબે દેશને તૂટતો બચાવ્યો. બાબા સાહેબે ધર્માંતરણ કર્યુ હોત તો દેશના ટુકડા થાત. બાબા સાહેબે ધર્મ પરિવર્તનની લાલચ ફગાવી. બાબા સાહેબે લાલચ ફગાવી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો.
ઘડીના કુંડાળ ગામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. ધર્માંતરણ ન કરી બાબાસાહેબે દેશને તૂટતો બચાવ્યો. આ નિવેદન તેમણે આપ્યું. સાથે કહ્યું કે બાબાસાહેબે ધર્માંતરણ કર્યું હોત તો દેશના ટુકડા થાત. બાબાસાહેબે ધર્મ પરિવર્તનની લાલચ ફગાવી. બાબાસાહેબે લાલચ ફગાવી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. જ્યારે અમુક લોકોએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કહ્યું કે તમે અમારો ધર્મ સ્વીકારો. ખ્રિસ્તીઓએ કહ્યું કે ખ્રિસ્તી બનો, મુસલમાનોએ કહ્યું કે મુસ્લિમ બનો. અને બાબાસાહેબ બહુ વિવેક સભર હતા. એમને ખ્યાલ આવ્યો કે આ ભારતને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાનને નબળો પાડવા માટે, દેશની એકતા, અખંડિતતા તોડવા માટે આ લોકો મને ધર્માંતરણ કરવાનું કહે છે. અને હું તમને દાખલો આપું છું કે બાબાસાહેબ દુઃખી તો હતા, પણ બાબાસાહેબે એમની બુદ્ધિથી એક વિવેકવાળો ઉપાય કર્યો કે ખ્રિસ્તી પણ ન થયા કે મુસ્લિમ પણ ન થયા. અને બધાને સ્વીકારે તેવો સંસ્કૃતિપ્રિય ભગવાન બુદ્ધનો બૌદ્ધ ધર્મ બાબાસાહેબે સ્વીકાર્યો. અને આજે એના પ્રતાપે આખા દેશમાં એકતા છે. સંઘર્ષ છે, જે કોમ પાથી હતા, ખ્રિસ્તી મિશનરી, ખ્રિસ્તી લોકો જે ધર્મ પરિવર્તન કરાવતા હતા, મુસ્લિમ લોકો જે ધર્મ પરિવર્તન કરાવતા હતા, એ બધું મોટા પ્રમાણમાં એ જમાનામાં, જે 1947 ઈસવીસન સુધી અટકી ગયું.






















