શોધખોળ કરો
મહેસાણા પાલનપુર હાઈવે પર નવો બની રહેલો બ્રિજ બેસી ગયો, જુઓ વીડિયો
મહેસાણા પાલનપુર હાઈવે પર નવો બની રહેલો બ્રિજ બેસી ગયો. કોરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલો બ્રિજ તૈયાર થયા પહેલા જ બેસી જતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. બ્રિજનું કામ રણજીત કંસ્ટ્રક્શન નામની કંપની કરી રહી છે. જો કે અગાઉ આ જ કંપનીએ અમદાવાદમાં બ્રિજ બનાવ્યો હતો. તે પણ તૂટી ગયો હતો. ત્યારે ફરી એકવાર આ બ્રિજ બેસી જતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. મહેસાણામાં રૂપેણ નદી પર આ બ્રિજ બની રહ્યો છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે, બ્રિજના ઉપરના ભાગે RCCનું કામ જ્યાં કરવામાં આવ્યું છે તે ભાગ બેસી ગયો છે.
આગળ જુઓ




















