Mehsana Heavy Rains | મહેસાણા શહેર-જિલ્લો જળબંબાકાર, મોઢેરા રોડ જાણે નદીમાં ફેરવાયો
મહેસાણા શહેર અને જિલ્લો આજે થયો જળબંબાકાર. સવારના જ મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. બપોરના 4 વાગ્યા સુધીમાં મહેસાણા શહેરમા ખાબક્યો સાડા ત્રણ ઈંચ વરસાદ. તો વીજાપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જોટાણામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો. તો ઊંઝા અને વડનગરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. મહેસાણા શહેરનો મોઢેરા રોડ તો જાણે નદીમાં ફેરવાયો. સ્થિતિ વિકટ બની મોઢેરા રોડ પર આવેલી કાવેરી ઈન્ટરનેશનલ સ્કૂલની.વરસાદી પાણી શાળામાં ઘૂસ્યા. શાળાનું પરિસર તો જાણે તળાવમાં ફેરવાયું. પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાલીઓ દોડી આવ્યા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દીવાલ કૂદીને નીકળવું પડ્યું. શાળા પાસેનો મોઢેરા રોડ જળમગ્ન થતાં આખરે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી. ફાયર બ્રિગેડના જવાનોએ બાળકોને રેસ્ક્યૂ કર્યા. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ પણ દોડી આવી હતી. કેટલીક શાળાઓએ તો વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી.. તો ટહુકો પાર્ટી પ્લોટ પાસેની ગ્રીનપાર્ક સોસાયટી. ખોડિયારનગર સહિતના વિસ્તાર પણ જળબંબાકાર થયા. BAPS સ્વામીનારાયણ મંદિર પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો. વાહનો બંધ પડી જતાં વાહનચાલકો હેરાન થયા. ઘર અને દુકાનોમાં ઘૂસ્યા પાણી ઘૂસ્યા. અહીં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. સ્થાનિકોના મતે, અહીં અડધા ઈંચમાં પાણી ભરાઈ જાય છે. ટ્રેક્ટર સિવાય અવરજવર થઈ શકતી નથી. સ્થાનિકોએ મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો. કડી તાલુકાનું વીડજ ગામ સંપર્કવિહોણું બન્યું. વરસાદી પાણી ગામની પ્રાથમિક શાળામાં ઘૂસ્યા...શાળાની નજીક આવેલું છે તળાવ.. તળાવ છલકાતા પાણી શાળામાં ફરી વળ્યા...જીવના જોખમે બાળકોને શાળાએ મોકલવા પડતાં હોવાથી વાલીઓમાં ચિંતા રહે છે. મહેસાણાના વીજાપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. વીજાપુરના ટીબી રોડ પર પાણી ભરાયા... જેને લઈ રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી પડી. વીજાપુર તાલુકાના કૂકરવાડા ગામની બજારોમાં પાણી ભરાયા..મહેસાણાના જોટાણામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
![Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/3e0a1a26b0d24479fd48c67150f3da98173859877784373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Mehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/f386de98f7623089da20c05d54111b4817382495523201012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/abfc9d4a4b9f9bad7ccaf7500981bd2017381706115291012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/21/519434b273db6ad441f94f76d72ce539173743477202473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![MP Haribhai Patel: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/17/a90bed0f34f950d76a4ff5be7fa5f67317371260224311012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)