Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
ઇન્ડોનેશિયામાં મધદરીએ 300 મુસાફર સાથેના જહાજમાં વિકરાળ આગથી અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી પ્રમાણે પાંચ લોકોના મોત થયા. રવિવારે બપોરે ઉત્તર સુલાવેસી પ્રાંતમાં તાલીસે ટાપુ નજીક આ ઘટના બની. જેમાં હચમચાવી દેતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયા. બપોરે દોઢ વાગ્યાની આસપાસ કેએમ બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં અચાનક ભીષણ આગ લાગી. આ સમયે જહાજમાં 300 મુસાફર સવાર હતા. આગને કારણે અફરાતફરી થતા અને જીવ બચાવવા અનેક લોકો દરિયામાં કૂદી પડ્યા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, નૌકાદળ, કોસગાર્ડ અને સ્થાનિક માછીમારોએ બચાવની કામગીરી શરૂ કરી. જેમાં લગભગ 280 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. અને કેટલાક લોકો ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે. વિકુપાંગ બંદર પર એક કમાંડ પોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે. જ્યાંથી બચાવની કામગીરી ઉપર નજર રાખો.
















