Vav Bypoll Election: કોંગ્રેસ અને અપક્ષનું શક્તિ પ્રદર્શન |Mavaji Patel | Gulabsinh | Abp Asmita
વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા જંગી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે...કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સવારે 10 કલાકે વાવ ખાતે માલધારી સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે.
જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં સાંજે 5 કલાકે તમામ સમાજની જંગી સભા યોજાશે. આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાં પહેલાં બંને પક્ષો દ્વારા છેલ્લી ઘડીની તાકાત અજમાવવામાં આવશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
