શોધખોળ કરો
Rajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ? ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો
Rajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ? ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો
રાજકોટ ન્યારી ડેમ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો. નબીરાઓને બચાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. રજૂ કરાયેલો ડ્રાઇવર ખોટો હોવાનો પોલીસે સ્વીકાર કર્યો છે. કાર ચલાવનાર સગીરની ઓળખ થઈ ચૂકી છે, તેવું ડીસીપીએ જણાવ્યું. કારમાં સવાર નબીરાની પણ ઓળખ થઈ ચૂકી છે. હોટેલના માલિકની ગાડી હોવાનો પણ ખુલાસો થયો છે. ગાડીમાં સવાર હતો. પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઇવર બનાવ્યાનો આરોપ પણ લાગ્યો છે. અકસ્માતને લઈ અનેક આરોપો લાગ્યા છે અને કસૂરવારોને સજા કરવાની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. તેમજ કારનો ચાલક બદલાઈ ગયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાજકોટ પોલીસ દ્વારા અકસ્માત કેસ માં નબીરાઓને બચાવવાનો ગંભીર આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. GJ 03 NB 6411 નંબરની વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારે એક્ટીવા સ્કૂટર સાથે અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત માં 18 વર્ષીય પરાગ ગોહેલ નામનો યુવક થયો હતો. જેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો છે.
આગળ જુઓ




















