Rajkot news: રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી, ઢોર પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી ગયા
Rajkot news: રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી, ઢોર પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી ગયા
રાજકોટમાં ફરી એકવાર ઢોર માલિકોની દાદાગીરી સામે આવી. રાજકોટ મહાપાલિકાનો સ્ટાફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો કાફલો અહીંથી પસાર થવાનો હોવાથી રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પૂરવા પહોંચ્યો હતો. આ સમયે મેંગો માર્કેટ નજીક ઢોર પકડ પાર્ટીએ પાંચ ઢોર કબ્જે કરી લેતા ઢોર માલિકો દોડતા થઈ ગયા હતાં. 20થી 25 શખ્સ કાર અને બાઈકમાં ધસી આવી સીધા જ ઢોર પકડ પાર્ટી સાથે સીધા જ ઘર્ષણ પર ઉતરી આવ્યા હતાં. આટલું જ નહીં ઢોરને પણ છોડાવી ગયા. પોલીસ અને વિજલન્સ સ્ટાફની હાજરીમાં ટોળું દાદાગીરી પર ઉતરી આવ્યું હતું. સ્ટાફ તરફથી મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ સુદ્ધા ન કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.




















