Rajkot Heavy Rains : રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકા બાદ હવે જામકંડોરણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જામકંડોરણા અને જેતપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જામકંડોરણાનાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયાં હતા. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતાઓ છે. જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ખીરસરાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખીરસરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા ગામે વરસાદ વરસતા વોકળો બે કાંઠે જોવા મળ્યો.




















