(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં હોસ્પિટલો હાઉસફૂલ થતાં આ વ્યક્તિને ઘરને જ ફેરવી દીધું હોસ્પિટલમાં
કોરોના મહામારીમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, ઓક્સિજન, એમ્બયલન્સ,દવાઓ ઇજેક્શનો ની અછત ઉભી થઇ રહી છે અમે આવા કપરા સમયમાં જેતપુરના સુદામા નગર વિસ્તારમાં રહેતા જેઠુંભાઈએ પોતાના જ બંગલાને કે જેઓ ત્યાં રહે છે ત્યાં ઓક્સિજન વાળી હોસ્પિટલ ઉભી કરી દીધી છે. જયાં કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે અને ઓક્સિજના અભાવ હોવા છતાં પણ જરૂરિયાત વાળા દર્દીઓને અહીં ઓક્સિજન પૂરો પડાઈ રહ્યો છે. તેમજ જ્યુસ,ભોજન સહિતની તમામ વ્યવસ્થા કે કે હોસ્પિટલમાં પણ મ મળે તેવી તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કોરોના દર્દી માટે પોતાના ઘરમાં જ ઊભી કરી છે. જ્યારે જેઠુંભાઈને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે હું મારા સગા માટે 2 દિવસ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડ ગોતતો રહ્યો પણ ન મળ્યા ત્યારે જ મન મક્કમ કરી પોતાના ઘરે જ જે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી તેવા લોકોને જેઠુંભાઈ પોતાના ઘરે તમામ સુવિધાઓ પુરી પાડી રહ્યા છે અને સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે.