Rajkot News । રાજકોટના સુભાષનગર રોડ પર જોવા મળ્યો રફ્તારનો કહેર
Rajkot News । રાજકોટના સુભાષનગર રોડ પર જોવા મળ્યો રફ્તારનો કહેર
રાજકોટમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો, રાજકોટના સુભાષનગર રોડ પર બેફામ કારે સર્જ્યો અકસ્માત, રાજકોટમાં બેફામ કારે એક કાર અને બે બાઇકને અડફેટે લેતા નુકસાન પહોંચ્યું, જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઇ, સુભાષનગર રોડ પરના સ્થાનિકોનું કહેવું છે કે કાર પુરપાટ ઝડપે આવી રહી હતી અને ગાડીમાં પંચર હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી સ્કોર્પિયો ચાલકે ગાડી પુરપાટ ઝડપે હંકારી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો, અત્યારે આ અકસ્માતમાં રાજકોટ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે રાજકોટના ગાંધીગ્રામ પોલીસે સ્કોર્પિયો ચાલકની કરી ધરપકડ, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.





















