શોધખોળ કરો
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં ફરી ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ ? જુઓ અહેવાલ
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં ફરી ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ ? જુઓ અહેવાલ
Gujarat Rain: સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના કોડીનાર તથા ઉના ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદથી ખેડૂતોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે, કેટલાક ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે, જ્યારે કેટલાક પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.
સૌરાષ્ટ્રના કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ડોળાસા, માલગામ, વેળવા, કેસરિયા, અને ફાફણી સહિતના ગામોમાં વરસાદ પડતા ભારે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો ખુશ થયા છે. આ ઉપરાંત દ્વારકા અને અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો.
સુરત માં છેલ્લા 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ, કિમ, સાયણ, અને કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો છે. અઠવાલાઇન્સ, પીપલોદ, ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, પાલ, અને અડાજણ જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં લોકોને રાહત મળી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















