(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Game Zone Fire | ગેમ ઝોનની આગ 28 માસુમો સાથે માલિકને પણ ભરખી ગઈ
Rajkot Game Zone Tragedy Update: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં (rajko trp game zone fire tragedy) લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 24 મૃતદેહોના ડીએનએન મેચ થયા છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો આરોપી પ્રકાશ જૈન (prakash jain) રાજકોટના નીલ સીટી પાસે આવેલા આલિશાન ફ્લેટમાં રહે છે. ગેમ ઝોનમાં મુખ્ય નામ ધવલ ઠક્કરનું (dhaval thakkar) છે પણ પ્રકાશ જૈનનું રોકાણ સૌથી વધુ છે. મુખ્ય ભાગીદાર પ્રકાશ જૈન એકલાનું કરોડનું રોકાણ હતું. પ્રકાશ જૈનની પત્ની સ્વીટી છેલ્લા બે દિવસથી ગુમ છે. ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી પ્રકાશ જૈનનું મોત થયું છે. પ્રકાશ હિરણ જૈનના DNA મેચ થયા છે. દુર્ઘટના સમયે પ્રકાશ જૈન પણ ગેમઝોનમાં હાજર હતો. ગઈકાલે જ પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી કરી હતી. ગેમઝોનમાં સૌથી વધુ રોકાણ પ્રકાશ જૈનનું હતું.