Rajkot: ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટીબસના કેસમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ
Rajkot: ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટીબસના કેસમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ
રાજકોટમાં બેફામ સિટી બસના કારણે 4 લોકોના મોતની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ કરી છે. નિલેશ ચાવડા નામના આ સુપરવાઈઝરની જવાબદારી બસ ચેકિંગ તથા ડ્રાઇવરના લાયસન્સના ચેકિંગની હતી. નિલેશ ચાવડાએ ડ્રાઇવરનું લાયસન્સ ચેક કર્યા વગર જ તેને બસ ચલાવવા માટે છૂટોદોર આપી દીધો હતો. પોલીસે નિલેશ ચાવડાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટનામાં ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા પોલીસ સમક્ષ ગોળગોળ જવાબો આપતો હોવાનું સામે આવ્યું હતું..તે એક જ રટણ કરી રહ્યો હતો કે, સ્ટિયરિંગ લોક થઇ ગયું હતું અને બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બસ ડ્રાઈવરનું લાઇસન્સ ફેબ્રુઆરી મહિનામાં જ એક્સપાયર થઇ ગયુ હતું. જેથી પોલીસે એજન્સીના સુપરવાઈઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે.




















