Rajkot Protest: RMC કન્ઝર્વન્સી વિભાગના કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
રાજકોટ મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગના કોન્ટ્રાક્ટ પરના 375 જેટલા ડ્રાઈવરો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર. છેલ્લા દોઢ મહિનાથી પગાર ન ચૂકવાતા કૉંગ્રેસની આગેવાનીમાં ડ્રાઈવરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.. ડ્રાઈવરોની હડતાળને પગલે મહાનગરપાલિકાની સફાઈ સહિતની સેવાઓને અસર થઈ શકે છે. આર.કે.સિક્યોરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતા ડ્રાઈવરોનો આરોપ છે કે દિવાળી જેવો તહેવાર નજીક છે.. છતા દોઢ મહિનાથી પગાર ન ચુકવાતા ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે.. તો કૉંગ્રેસનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ ત્રણ મહિના પહેલા પુરો થઈ ગયો છે.. જેનું રિન્યુઅલ પણ થયું નથી.. કર્મચારીઓને એક મહિનાનો પગાર મળ્યો નથી.. નિયમ મુજબ તો બોનસ પણ આપવાનું હોય છે.. પરંતુ તેમા પણ કોન્ટ્રાક્ટ કંપની તરફથી છટકબારી કરવામાં આવી રહી છે.. સમગ્ર મામલે કૉંગ્રેસે વિજિલન્સ તપાસની માગ કરી છે..



















