Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ
Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ
જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં નરેશ પટેલ પર કરેલા પ્રહારોના મામલે પોસ્ટ કરનાર પરસોત્તમ પીપળિયાને ધમકી મળી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વિવાદ બાદ પાટીદાર અગ્રણી અને નરેશ પટેલના નજીક એવા પરસોતમ પીપળીયાએ નરેશ પટેલના સમર્થનમાં કરેલી હતી અનેક પોસ્ટ. સોશિયલ મીડિયામાં નરેશ પટેલનું સમર્થન કર્યા બાદ પરસોતમ પીપળીયાને ધમકી ભર્યા ફોન આવ્યા. પીપળીયાને ફોન કરી અભદ્ર ભાષામાં આપવામાં આવી રહી છે ધમકી .
પરસોત્તમ પીપળીયાએ પોતાને મળેલી ધમકી મુદ્દે નિવેદન આપ્યું છે કે, મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી આપવામાં આવી. જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કૌશિક કરે તે સ્વાભાવિક છે. હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારા નિવેદન બદલ હું માફી માંગુ એવું દબાણ પણ કરવામાં આવ્યું. મેં પણ આવા લોકોને મારું સરનામું આપ્યું છે.





















