Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં ભાયાવદર પાસે ખીરસરા અને ઘટીયા ગામ વચ્ચે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો વિરુદ્ધ ફરિયાદ. રાજકોટની મહિલાએ ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી તેમજ અન્ય એક વ્યક્તિ મયુરભાઇ કાસોદરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી સંતો દુષ્કૃત્ય આચરતા હોવાના આરોપ સાથે ફરિયાદ કરવામાં આવી છે. આરોપ છે કે પ્રેમજાળમાં ફસાવી, ખોટા લગ્નનું નાટક કરી ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા..હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે ગુરુકુળના શિક્ષકનું કહેવું છે કે હજુ કેસ દાખલ થયો છે. આ બાબતની સાબિત નથી કે સ્વામીએ ગુનો કર્યો છે. નારાયણ સ્વરુપદાસ આ ગુરુકાળના પ્રમુખ છે. તો મયુર કસોદરીયા ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોવાનું સામે આવ્યું છે..





















