શોધખોળ કરો
સુરતઃ ડ્રેનેજનું દુષિત પાણી આવતા મનપામાં નવા સમાયેલા ભાટપોર ગામના રહીશોમાં રોષ
સુરત મહાનગર પાલિકામાં નવા સમાયેલા ભાટપોર ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાટપોર ગામના લોકોએ સુરત મહાનગર પાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાટપોર ગામમાં ડ્રેનેજનું દુષિત પાણી આવતું હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે લોકોએ ડ્રેનેજ લાઈનનું અધૂરું કામ પૂરું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તે સિવાય માધવ વિલા આજુબાજુ ગટરના પાણી ભરાતા હોવાની પણ ફરિયાદો કરી હતી. તે સિવાય સ્ટ્રીટ લાઈટ, રોડ, તળાવનું કામ પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















