Surat Diamond Theft : સુરતમાં તસ્કરોએ ધોળા દિવસે આપ્યો 25 કરોડના હીરાની ચોરીને અંજામ
સુરતમાં તસ્કરોએ ધોળા દિવસે આપ્યો 25 કરોડના હીરાની ચોરીને અંજામ. કાપોદ્રાની ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરોએ ગેસ કટરથી તિજોરી કાપીને 25 કરોડથી વધુની કિંમતના હીરા, રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા.. કંપનીના લાકડાનો દરવાજો તોડીને ચોર ટોળકીએ અંદર પ્રવેશ કર્યો.. બાદમાં ઓફિસની અંદર પ્રવેશવા માટેના કાચ કાઢીને તિરોજીને ગેસ કટરથી તોડીને હીરા અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા. એટલુ જ નહીં. 25 કરોડની કિંમતના હીરાની ચોરી કરીને ઓળખ છુપાવવા માટે તસ્કરો ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.. સાથે જ ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા. હીરાની ચોરીની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.. પ્રાથમિક તપાસ મુજબ ત્રણ દિવસની રજા હોય બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ હાજર નહોતો. પોલીસને આ ચોરીનો ગુનો સુનિયોજીત કાવતરૂ હોવાની આશંકા છે. હાલ તો પોલીસે આસપાસના અન્ય સીસીટીવી ફુટેજ અને અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોને પકડવાની શોધખોળ હાથ ધરી છે..





















