Surat Demolition | સુરતના ડીંડોલીમાં મંદિરના ડિમોલિશનથી વિવાદ, સ્થાનિકો-મનપા કર્મીઓ વચ્ચે વિવાદ
Surat Demolition | સુરતમાં ડીંડોલીના રિઝર્વેશન પ્લોટમાં બનાવાયેલ મંદિર ડીમોલેશન કરાયું. ડીમોલેશન થતા વિવાદ થયો. અગાઉ સ્થાનિકોએ નાનું મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું . ટીપી 69 માં આવેલ રિઝર્વેશન પ્લોટ નં. 25 માં ચમત્કારી હનુમાન જી નું મંદિર બનાવવામા આવી રહ્યું હતું. કોઈપણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર બનાવી રહ્યા હતા મોટું મંદિર. ડે. ઇજનેર, મદદનીશ ઇજનેર સહીત 15 થી 20 જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો. 15 થી 20 જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોચી ગેરકાયદેસર કામ માં તોડ ફોડ શરૂ કરી. મંદિરના પૂજારીઓ અને ભક્તો ઘસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો. એસએમસી ના કર્મચારીઓ અને પૂજારી ભક્તો ની વચ્ચે થઈ રકઝક. મંદિરમાં મહિલાઓ પહોચી જતા હાથ માં ઈંટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ હતી. મામલો ઉગ્ર બનતા એસ એમ સી ના લોકોએ પીછે હઠ કરવાની ફરજ પડી હતી. ડીંડોલી પોલીસ પણ બનાવની જગ્યાએ પહોંચી હતી. એસ એમ સી ના અધિકારીઓ એ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા હતા.