Surat Diamond Workers Rally : રત્નકલાકારોમાં ભારે આક્રોશ , સુરતમાં નીકળી રેલી
Surat Diamond Workers Rally : રત્નકલાકારોમાં ભારે આક્રોશ , સુરતમાં નીકળી રેલી
સુરતમાં આજે રત્નકલાકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. આજથી બે દિવસ રત્નકલાકારોની હડતાળ છે.. જેમાં કતારગામથી હીરાબાગ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં પાંચ હજારથી વધુ હીરાના કલાકારો જોડાયા હતા. ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાઈ...





















