Surat Heart Attack Case: બેભાન થયા બાદ ચાલ લોકોના થયા મોત, જુઓ કેવી રીતે બની ઘટનાઓ?
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે કતારગામ ઝોનમાં કલર કામ કરતી વખતે ચક્કર આવ્યા બાદ ૩૫ વર્ષીય યુવાન, ડીંડોલીમાં છાતીમાં દુઃખાવો થયા બાદ ૩૫ વર્ષીય યુવાન તથા અમરોલીમાં છાતીમાં દુખાવો થયા બાદ ૪૨ વર્ષીય મહિલા અને ચક્કર આવ્યા બાદ ૪૫ વર્ષીય આઘેડની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં શાકભાજી માર્કેટ પાસે પ્રાથમિક સ્કુલ પાસે રહેતો ૩૫ વર્ષીય અમરબહાદુર જીતલાલ પટેલ શુક્રવારે બપોરે મ્યુનિ.ના કતારગામ ઝોન ઓફિસમાં કલર કામ કરતો હતો. તે સમયે અચાનક તેને ચક્કર આવતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તેને ૩ સંતાન છે. તે કલર કામ કરતો હતો. બીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં જીગ્નેશાનગરમાં રહેતો ૩૫ વર્ષીય કુંદનસિંગ દિલીપસિંગ ગીરાસે આજે બપોરે ઘર બહાર ફટાકા વેચાણ માટે સ્ટોલ બનાવતા હતા. બાદમાં તે ઘરમાં જમીને આરામ કરતો હતો.