(Source: ECI/ABP News/ABP Majha)
Surat | મહાકાય ક્રેઈન પલટી જતા આખુય મકાન બન્યું કાટમાળ, કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર?
સુરતમાં (Surat) મેટ્રોની કામગીરી (Metro) ફરી વિવાદમાં આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાન મસમોટી ક્રેન તૂટીને મકાન પર પડી હતી. આ ઘટના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક બની હતી. ક્રેન એક મકાન પર તૂટી પડતાં મકાનને નુકસાન થયું હતું. ...સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મેટ્રોના ટ્રેક બનાવવા અને પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. નાના વરાછા વિસ્તારમાં કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા મેટ્રો બ્રિજના પિલરને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી.
એક ક્રેન વળી જતા, બીજી ક્રેન પર બધો વજન આવી ગયો હતો. જેથી બીજી ક્રેન ત્રાંસી થઈને પલટી મારી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન પલટી મારવાની સાથે તેની સાથે હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન બાજુના મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.