Valsad News | હવે વલસાડમાંથી ઝડપાયું નકલી ખાદ્ય તેલ, જવાબદારો સામે કાર્યવાહી
Valsad News | વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજરોજ બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તુ તેલ વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે..કંપની કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટ માં રેડ કરવામાં આવી હતી કંપનીને મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે જેને લઇને અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી જેને લઇને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચાર થી પાંચ જેટલી દુકાનોમાંથી સ્ટીકર ચોટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા.. જેને લઈને તમામ તેલ નો જથ્થો સાથે વેપારીઓ ને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી ને તપાસ હાથ ધરાઈ હતી હાલ સીટી પોલીસ દ્વારા ફરિયાદ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ સાથે રાખી ને આગળ ની તપાસ હાથ ધરી છે... હાલ પોલીસ દ્વારા આ તેલ ડુબલીકેટ છે કે નહીં તે અંગે પણ તપાસના દોર હાથ ધરાયા છે...