Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થતાં છોડાશે પાણી, જુઓ શોર્ટ વીડિયો
Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થતાં છોડાશે પાણી, જુઓ શોર્ટ વીડિયો
સરદાર સરોવર ડેમમાંથી છોડાશે વધુ પાણી. પાણીની આવકથી નર્મદા ડેમમાંથી છોડાશે પાણી. ડેમમાંથી 1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાશે. 10 દરવાજા 1.45 મીટર ખોલી છોડાશે પાણી. સાંજે 6 કલાકથી ડેમના 10 દરવાજા 1.45 મીટર ખોલી 1,00,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. હાલ 10 દરવાજા 72 સે.મી. ખોલી 95,111 ક્યુસેક છોડાઈ રહ્યું છે.
મહીસાગરના સંતરામપુર અને કડાણામાં ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
મહીસાગર જિલ્લામાં વરસાદની શરુઆત. કડાણા અને સંતરામપુર તાલુકામાં વરસાદ. કડાણાના ડીટવાસ, ગોધર, જોગણ સહિતના ગામમાં વરસાદ. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં પણ ધોધમાર વરસાદ . લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ . વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત . લુણાવાડા શહેર તેમજ કરણ બારીયા ના મુવાડા કોઠા ચનસર સહિતના ગામોમાં વરસાદ . કડાણા સંતરામપુર બાદ લુણાવાડા શહેરમાં પણ શરૂ થયો વરસાદ.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ . સંતરામપુર તાલુકામાં પણ પોણો ઇંચ વરસાદ . ખાનપુર તાલુકામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ . દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બપોર બાદ તેજ પવન સાથે વરસાદ. ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખૂશખૂશાલ.





















