શોધખોળ કરો
સુરતમાં એક કિલોમીટર લાંબી આ લાઇન શાના માટે લાગી છે તે જાણીને ચોંકી ઉઠશો
સુરતઃ વીડિયોમાં જોવા મળતી લોકોની લાઇન કોઇ કરિયાણા કે શાકભાજી લેવા માટે નથી લાગી પરંતુ આત્મનિર્ભર યોજના હેઠળ લોન માટેના ફોર્મ લેવા લોકોએ લાઇન લગાવી છે. આ વીડિયો સુરતના વરાછાનો છે જ્યાં આત્મનિર્ભર યોજના હેઠળ લોનના ફોર્મના વિતરણના પ્રથમ દિવસે લોકોએ લાંબી લાઇનો લગાવી હતી.
સુરતના વરાછામાં આત્મનિર્ભર યોજના હેઠળ લોન માટેનું ફોર્મ લેવા માટે એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. મહત્વનું છે કે આ યોજના હેઠળ લોકોને સહકારી બેંકોમાંથી લોન મળશે. વરાછા કો.ઓપ.બેન્ક માં.લોકોએ લોનના ફોર્મ લેવા માટે ગરમીમાં પણ લાઇનમાં ઉભા રહી ગયા હતા.
Tags :
Suratસુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















