શોધખોળ કરો
વડોદરામાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન ન કરનારા ચાર મોલને સીલ કરાયા, જુઓ વીડિયો
વડોદરામાં ચાર મોલ અને 25 દુકાનોને મહાનગર પાલિકાએ સીલ કરી હતી. રિલાયંસ મોલ, બરોડા સેંટ્રલ મોલ, ઈનોરબીટ મોલ અને ઈવા મોલને સીલ કરવામાં આવ્યા હતા. આ તમામ મોલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને કેટલાક લોકોએ માસ્ક પણ ન પહેર્યું હોવાનું પ્રશાસનના ધ્યાને આવ્યું હતું. સીલ કરાયેલા મોલ અને દુકાનો આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. શહેરના 120 સ્પોટ પર કોર્પોરેશનના કર્મચારીઓ પોલીસ સુરક્ષા સાથે ચેકિંગ કરી રહ્યા હતા. રસ્તા પર પણ જે લોકો માસ્ક વિના દેખાય છે તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ





















