Vadodara Rains : ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પૈકીના 92 પગથિયાં પાણીમાં ગરકાવ
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદ તીર્થક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદ તીર્થક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકીના 92 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સંપૂર્ણ ઘાટ ડૂબવાથી હજુ 16 પગથિયા દૂર છે. હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. ત્યારે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદીના સતત વધતા જળસ્તરના કારણે ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા જેવા ગામને પ્રશાસન તરફથી એલર્ટ કરી દેવાયા છે. ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં સતત ત્રીજીવાર વધારો થયો. ચાંદોદ પંથકમાં ગતરાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.





















