વડોદરા જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 247 કેસ નોઁધાયા. તો ગ્રામ્ય વિસ્તારમાં 130 કેસ નોંધાયા હતા. કેસ વધવાની સાથે હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. વડોદરામાં કુલ 10 હજાર 939 બેડમાંથી 7 હજાર 973 બેડ ભરાયેલા છે. જ્યારે 2 હજાર 966 બેડ ખાલી છે. તો ICU વાળા 1 હજાર 772માંથી 1 હજાર 615 બેડ ભરાયેલા છે. જ્યારે 157 બેડ ખાલી છે.