Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ચાલકે એબીપી અસ્મિતા પર કર્યો મોટો ખુલાસો ગણપતસિંહ સોલંકીએ કહ્યું કે તે વર્ષોથી આ બ્રિજ પરથી પસાર થાય છે.. દુર્ઘટના સમયે બ્રિજ રીતસરનો ઝુલતો હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. દુર્ઘટના બાદ એક લાક સુધી ન તો એમ્બ્યુલન્સ આવી.. ન તો કોઈ પોલીસકર્મી ફરક્યુ.. બસ નદીમાં બોટમાં સવાર કેટલાક લોકો તેમની મદદે આવ્યા હતા.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ કેટલાય પરિવારોને તબાહ કરી નાંખ્યા.. જેમાનો એક પરિવાર સોનલબેન પઢીયારનો પણ છે.. સોનલબેન પોતાના બે સંતાન અને પતિ સાથે બગદાણા દર્શન માટે જતા હતા..જ્યારે જ બ્રિજ તુટતા તેમની ઈકો કાર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ખાબકી હતી.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા સોનલબેન પઢીયારે જણાવ્યું કે જેવી તેમની ઈકો કાર નદીમાં ખાબકી કે પાછળથી એક ટ્રક કાર પર પડી હતી.. જેને લીધે કારમાં સવાર લોકોના મોત નિપજ્યા.. જો કે પાછળના દરવાજો ખોલીને મહામહેનતે સોનલબેન બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો.





















